ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યા બાદ અાજે મેઘરાજા ગાયબ : સવૅત્ર અાકરો તાપ

24 September 2018 05:34 PM
Gujarat
  • ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યા બાદ અાજે મેઘરાજા ગાયબ : સવૅત્ર અાકરો તાપ

Advertisement

વાવાઝોડા સિસ્ટમની અસરે ગુજરાતમાં વરસાદ વરસવાની અાશારુઅટકળો હતી પરંતુ મેઘરાજાઅે ખાસ કરીને સૌરાષ્ટ્રને તો હાથતાળી જ અાપી હોય તેમ કયાંય વરસાદ વરસ્યો ન હતો. ઉતર ગુજરાત તથા મઘ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં રવિવારે થોડોઘણો વરસાદ થયા બાદ અાજે મેઘરાજા ગાયબ થઈ ગયા હતા અને બપોર સુધી કયાંય નોંધપાત્ર વરસાદના રીપોટૅ નથી. હવામાન ખાતાના રીપોટૅ પ્રમાણે અાજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન ૧પ જિલ્લાના ૬૭ તાલુકામાં હળવો ભારે વરસાદ થયો હતો. સાબરકાંઠા હિંમતનગરમાં ૬ ઈંચ વરસાદ ખાવકયો હતો. અા સિવાય અરવલ્લીના ભીલોડામાં ૬ ઈંચ, ઈડરમાં ૪।। ઈંચ, વિજયનગરમાં ૩ ઈંચ વરસાદ થયો હતો, અાણંદ, પંચમહાલ, મહિસાગર, દાહોદમાં પણ ઝાપટા વરસ્યા હતા. ડેઈ વાવાઝોડાની સિસ્ટમથી વરસાદની અટકળોરુઅાશા હતી પરંતુ સૌરાષ્ટ્રમાં તો મેઘરાજાઅે હાથતાળી જ અાવી છે. હવે નવી સિસ્ટમ ઉદભવવા વિશે શંકા છે. ત્યારે ચોમાસાના વરસાદનો નવો રાઉન્ડ અાવવાની શકયતા ધુંધળી છે. અાજે સવૅત્ર ભાદરવાના અાકરા તડકા હતા.


Advertisement