સંજીવ ભટ્ટના પત્ની સુપ્રીમમાં: ગુજરાત સરકારને નોટીસ

24 September 2018 05:17 PM
Gujarat
  • સંજીવ ભટ્ટના પત્ની સુપ્રીમમાં: ગુજરાત સરકારને નોટીસ

Advertisement

અમદાવાદ તા.24
રાજયના આઈપીએલ અધિકારી સંજીવ ભટ્ટની પત્ની શ્ર્વેતાએ રાજયની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
શ્ર્વેતા ભટ્ટે એવો આક્ષેપ કર્યો છે કે નશીલા પદાર્થ કેસમાં ધરપકડ કરાયેલા કેસમાં તેના પતિને સુપ્રીમ કોર્ટમાં નહીં જવા દબાણ કરવામાં આવે છે અને તેને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે આક્ષેપને ગંભીર ગણી ગુજરાત સરકારને નોટીસ આપી જવાબ માંગ્યો છે. આ અરજીની 4 ઓકટોબરે સુનાવણી થશે.
શ્ર્વેતા ભટ્ટે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેના પતિ હાલ પોલીસ રિમાન્ડ પર છે, અને પોલીસ તેને વકીલાતનામા પર સહી કરવા દેતી નથી કે આ કેસને પડકારવા દેતી નથી.


Advertisement