ધારાસભ્ય વધારાનો પગાર સૈનિકોને આપશે એવો મેસેજ વાયરલ..પણ..

21 September 2018 10:28 PM
Rajkot Gujarat
  • ધારાસભ્ય વધારાનો પગાર સૈનિકોને આપશે એવો મેસેજ વાયરલ..પણ..

આવો મેસેજ મહદઅંશે બોગસ હોવાનો અમુક ધારાસભ્યોતો મત

Advertisement

વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ધારાસભ્યોનો પગાર વધારો કરવામાં આવતા ઘણા વિવાદો સર્જાયા હતા. મોટા ભાગના ધારાસભ્યોએ પગાર વધારા મામલે પૂછવામાં આવતા પોતાના મોં ફેરવી લીધા હતા. પગાર વધારા મામલે કેટલાક ધારાસભ્યોનો પગાર વધારો તેમને સ્વીકાર નથી અને ધારાસભ્ય પોતાના પગારનું દાન કરશે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વાયરલ થયેલા મેસેજ સાથે ધારાસભ્યોને કોઈ પણ લેવા-દેવા ન હોવાનું તેમણે જણાવ્યું હતું. આવો જ એક કિસ્સો વડોદરાના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ સાથે બન્યો હતો.

ધારાસભ્યોના પગાર વધારા મામલે કોંગ્રેસના ધારાસભ્યની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજનીતિ શરૂ થઈ હતી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેનો પગાર વધારો સૈનિકોને ફાળવશે તેવો પ્રચાર સોશિયલ મીડિયામાં થયો હતો. સૂત્રો પાસેથી માહિતી અનુસાર આ પ્રચાર કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટ મામલે ખુલાસો કરતા ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે, જે પોસ્ટ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહી છે. એ મામલે તેઓ સહમત નથી.


Advertisement