સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચાર

20 September 2018 11:49 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચાર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચાર

Advertisement

સાવરકુંડલામાં પેઈન્ટીંગ સ્પર્ધા
સાવરકુંડલા સદ્દભવના ગૃપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ- 2018માં તા.18/09ના રોજ ગણેશ પેઇન્ટિંગ સ્પર્ધા છેલ્લા 5 વર્ષથી બાળકોના ઉત્સાહ અને ઉમંગ માટે આ વર્ષે પણ ગણેશ પેન્ટીંગ સ્પર્ધા યોજાઈ. જેમાં 102 સ્પર્ધકો એ ભાગ લીધેલ. આ સ્પર્ધામાં 1થી 5 ધોરણ ભણતા બાળકો માટે રાખેલી. આ સ્પર્ધા માં ધોરણ પ્રમાણે 1થી 3 નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ અને બીજા સ્પર્ધકો ને પ્રોત્સાહિત પ્રમાણપત્ર આપવામાં આવેલ.

સાવરકુંડલામાં વાત્સલ્ય કાર્ડ કાઢવામાં વાંધા
સાવરકુંડલા શહેરમા માં વાત્સલ્ય યોજના કાર્ડ કઢાવવા માટે નગરપાલિકા ના આવક ના દાખલા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે, નગરપાલિકા ના જવાબદાર અધિકારી દ્વારા આવક ના દાખલા મા ઉલ્લેખ કરવામાં આવે છે કે આ આવક નો દાખલો મા અમૃતા યોજના ના કાર્ડ માટે નથી. લોકોને પડતી આ મુશ્કેલી સંદર્ભે અમરેલી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલ તથા સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ અરવિંદ મેવાડા દ્વારા સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાને રજુઆત કરવામાં આવી છે. તેઓ કલેક્ટર અમરેલીને રૂબરૂ મળી રજુઆત કરશે.

ગણેશ ઉત્સવ માં બાળ વેશભૂષા સ્પર્ધા યોજાઈ
ગોંડલ કૈલાસ બાગ સોસાયટી અવધ ગ્રુપ મિત્ર મંડળ ગણેશ ઉત્સવમાં આજે બાળવેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સોસાયટીના ભૂલકાઓએ ઈશ્વરીય રૂપ ધારણ કરી સર્વે ના મન મોહી લીધા હતા ગણેશજીની આરતીમાં શહેરના આગેવાન જયદીપસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા, દિવ્યેશભાઈ સાવલિયા તેમજ ધર્મીલભાઈ પુરોહિત સહિતના આગેવાનો જોડાયા હતા આયોજકો દ્વારા સર્વેને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતોે.

જલઝીલણી ઉત્સવની પૂર્વ સંધ્યાએ મણીયારા રાસની રમઝટ
ઢોલ, શરણાઇ અને શૂરવિરતાનાં ગીતો આભમાં ઉગેલ ચાંદોદ અને કસુંબીનો રંગ જેવા ગીતો અને ગરબા સાથે જમીનથી 3 થી 4 ફુટની છલાંગ લગાવી કુદરતી વાતાવરણમાં રાસ રમાતો હોય તેવા મણીયારો રાસ માનવોએ જીવનનો અદભૂત લાવો છે. ત્યારે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતીમાં તા.20 નાં ઉજવાઇ રહેલ જલઝીલણી મહોત્સવ પ્રસંગે દ્રોણેશ્વર ગુરૂકુળનાં વિદ્યાર્થીઓએ મણીયારા રાસનું અદભૂત રીહર્સલ કરેલ હતું.

જસદણ એસ.ટી. ડેપો કુતરા અને ઢોરનો અડ્ડો
જસદણ એસ ટી ડેપોમાં બસો સમયસર ઉપડતી નથી. એવી ફરિયાદ જુની થઈ ગઈ છે. પણ હવે દિવસે બસ સ્ટેન્ડમાં કુતરાઓ અને ઢોરએ પોતાનું નિવાસ સ્થાન બનાવતા મુસાફરોમાં ભયનો માહોલ છવાયો છે.

તારા જમિન પર
અંધારી રાત્રી અને ગીરની ગોદમાંં વસતો માલધારી પોતાના પશુઓને તેના ખુલ્લા મેદાનમાં કુદરત ભરોશે બેસાડી દે છે અને રાત્રીના અંધકાર વાતાવરણ વચ્ચે પશુઓને પણ આપેલ ભગવાનએ સુંદર ચમકતી આંખોની સુંદરતાની રોશની જાણે કે તારા જમિન ઉપર ઉતરી આવ્યા હોય તેવું દ્રશ્ય પશુઓના રૂપને આકર્ષણ સ્વરૂપ આપી રહ્યું છે.

દ્વારકા રેલ્વે સ્ટેશન પર રીટાયર રૂમ તથા પ્લેટફોર્મ અપડેટનું ભૂમિપૂજન કરતા સાંસદ પૂનમબેન માડમ
તા.19.9.18 ના રોજ દ્વારકા રેલ્વે સ્ટેશન ખાતે આવતા યાત્રાળુઓ માટે રીટાયર રૂમ તથા પ્લેટફોર્મ અપડેટ કરવાનું ભૂમિપૂજન દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યુ. ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા પ્રસાદ યોજના અંતર્ગત આશરે 2.28 કરોડના ખર્ચે આ રીટાયર રૂમ બનાવવામાં આવશે.અને તેનુ સંચાલન ઈંછઈઝઈ કરશે. જેમા આવતા યાત્રાળુઓ ને આરામદાયક બેઠક વ્યવસ્થા,જમવાની સુવિધા, પીવાનું શુદ્ધ પાણી, સ્ત્રી પુરૂષો તથા દિવ્યાંગો માટે અલગ અલગ બાથરૂમ સુવિધા, વાઇફાઇ,તથે એસીરૂમની સુવિધાઓ પ્રાપ્ત થશે. સાંસદ પૂનમબેન માડમે પોતાના વ્યક્તત્વમાં જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા શ્રઘ્ધાળુને પુરતી સુવિધા મલી રહે તે હેતુથી રીટાયર રૂમ ની સુવિધાનો પાયો નંખાયો છે. અને હજૂ પણ અનેક સુવિધાઓ આવતા સમયમાં લોકોને પ્રાપ્ત થશે. સાથે પોતાના ભાષણમાં દ્વારકા માં ઢોરની સમસ્યાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે રખડતા ઢોરની સમસ્યાનો વહેલી તકે ઉકેલ દ્વારકા નગર પાલિકા લાવે.

રેલવે સ્ટેશને ગુમ થયેલી બેગ માલિકને પરત કરી
દ્વારકા ના રેલ્વે સ્ટેશન પર ટ્રેન જવા પછી એક યાત્રીએ રેલ્વે પોલીસ સ્ટેશને જઇ પોતાનો રૂપીયા ભરેલ બેગ ખોવાઇ જવાની ફરીયાદ થી રેલ્વે પોલીસ માં ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા રેલ્વે સ્ટેશન પર ટ્રેન દ્વારા દ્વારકા થી બોટાદ જવા આશીષ મીશ્રા નામનો 42 વર્ષીય યુવાન જવા નીકળ્યો હતો. અને દ્વારકા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોમ પર ક્યાક બેગ ખોવાઇ ગઈ હતી. જેથી ખોવાયેલી બેગની ફરીયાદ કરવા રેલ્વે પોલીસ સ્ટેશને ગયો હતો. અને ખોવાયેલી બેગની ફરીયાદ કરી હતી. આ દરમીયાન રેલ્વે પોલીસ જવાન મનોજ કુમાર ને લાવારીશ બેગ નજરે ચડતા ચેકીંગ કરી રેલ્વે પોલીસ સ્ટેશન પર લઇ જવામાં આવ્યું હતું. અને બેગના મુળ માલીક ને પુર્ણ તપાસ કરી પરત કરવામાં આવ્યુ હતુ. આ બેગની તલાસી લેતા બેગ અંદરથી એસી હજાર રોકડા તથા કપડા હતા. આવડી રકમ સાથે હોવાની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે આશીષ મીશ્રા બોટાદમાં આવેલી મારૂતી ઇનૂટરનેશનલ મોટર માં કેશીયર તરીકે નોકરી કરે છે. અને પોતે દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શને પત્નિ સાથે આવેલ, અને સાથે રહેલા પૈસા કંપનીના હોય, અને ધરે ચોરી ન થઈ જાય,તે હેતુથી સાથે લઇ આવેલ. આ તમામ બાબતોની તપાસ દ્વારકા રેલ્વે પોલીસ દ્વારા ખરાઇ કરીને બેગ મુળ માલિકને પરત કર્યો હતો. સલામત બેગ પરત મલ્યા મીશ્રા પરિવારે દ્વારકા આરપીએફ ટીમનો આભાર માન્યો હતો.

વિંછીયામાં ગણેશ ઉત્સવ
વિંંછીયામાં દર વર્ષની જેમ આ વર્ષ પણ ભરતભાઈ મધીયાને ત્યાં ગણેશ ઉત્સવનું રૂડુ આયોજન થયું છે. અહિં દાદાના દર્શન માટે ભાવિકોની ભીડ જામે છે. બન્ને સમય આરતી, મહાપ્રસાદના આયોજન થયા છે.

ગણપતિ વિસર્જન
ભાવનગર શહેર-જીલ્લામાં ઠેર ઠેર ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. પાંચમાં દિવસે ગણેશ વિસર્જન અંગે કોળીયાકના દરિયામાં ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે કેટલાક આયોજકો 7, 9 કે અંતિમ 11 દિવસે ગણેશજીનું વિસર્જન કરશે. પાંચમાં દિવસે અનેક ગણેશજીની પ્રતિમાનું કોળીયાક દરિયામાં વિસર્જન કરાયું હતું.

હુંબલ પરિવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ ભાગવત નું આયોજન
ઉપલેટા તાલુકાના નિલાખા ગામના રહેવાસી સુરેશભાઇ લખમણભાઇ હુંબલ દ્વારા કચ્છી આશ્રમ સપ્ત સરોવર હરીદ્વાર ખાતે આગામી તા.ર3થી તા.ર9 સુધી શ્રમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. તેમના વ્યાસપીઠે રાજકોટ વાળા નિરંજની ઘનશ્યામદાસ બાપુ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે તા.ર9-9ના રોજ બપોરના ર કલાકે પિતૃના મોક્ષાર્થે પિતૃ તર્પણ યજ્ઞનું આયોજન કરેલ છે.


Advertisement