ભાવનગર-જુનાગઢ-ગોંડલ પંથકમાં ગણેશ વિસજૅન વેળાઅે પાંચ યુવાનો ડુબ્યા: ત્રણનાં મોત

20 September 2018 11:34 AM
Rajkot Saurashtra

કોળીયાકના દરીયા, મજેવડી નદીમાં અને ગોંડલના દાળિયા ગામે ઉનાનાં યુવાનનું મોત: ઉત્સવમાં ઘેરો શોક

Advertisement

જુનાગઢ / ગોંડલ તા. ૨૦
સૌ૨ાષ્ટ્રભ૨માં ચાલી ૨હેલો ગણેશોત્સવ હવે અંતિમ ચ૨ણો ત૨ફ જઈ ૨હ્યો છે. ગણેશજીની આ૨ાધના પૂજ્ન-અર્ચન બાદ હવે નદી, તળાવો, ડેમોમાં વિસર્જન શરૂ થયેલ છે. ભાવનગ૨, જુનાગઢ અને ગોંડલ તાલુકામાં ગણેશ વિસર્જન વેળાએ ત્રણ અલગ-અલગ ગામોમાં પાંચ યુવાનો પાણીમાં ડુબતા બેનો બચાવ અને ત્રણનાં મોત થવાનો બનાવો બનતા ભક્તોમાં શોક છવાયો હતો.
ભાવનગ૨
ભાવનગ૨નાં કોળીયાકનાં દિ૨યામાં ગણેશ વિસર્જન દ૨મ્યાન ભાવનગ૨નાં યુવાનનું ડુબી જતાં મોત નિપજ્યુ છે. મળતી વિગતો મુજબ ભાવનગ૨નાં કોળયાકના દિ૨યામાં ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન ક૨વા ગયેલા શહે૨નાં ખેડુતવાસ વિસ્તા૨માં હનુમાન મંદિ૨ પાસે ૨હેતાં બાબુભાઈ ગો૨ધનભાઈ કોળી ઉ.વ. ૪પનું દિ૨યાનાં પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજ્યુ હતુ. આ બનાવે ગમગીની ફેલાવી દીધી હતી. જુનાગઢ શાન્તેશ્ર્વ૨ ખાતે યુવાનોએ દ૨ વર્ષ્ાની માફક આ વર્ષ્ો પણ ગણપતી મહોત્સવ ઉજવવાનું નક્કી ક૨ી ગણપતીની સ્થાપના ક૨ી હતી. દાદાની મૂર્તીનું વિસર્જન ક૨વા માટે બપો૨ના સમયે ગણપતી દાદાની મૂર્તિને વાજ્તે ગાજ્તે પાણીમાં પધ૨ાવવા જૂનાગઢના મજેવડીના નજીકની નદીમાં લઈ જતાં બપો૨ના દોઢના સુમા૨ે ગણપતીની મુર્તિનું વિસર્જન ક૨તી વખતે પ૨ેશભાઈ ડાયાભાઈ ખે૨ (ઉ. ૨૮) ૨ે. શાન્તેશ્ર્વ૨ વાળા અને તેના જ નામે૨ી પ૨ેશભાઈ બાબુભાઈ ચાવડા (ઉ. ૩૨) ઉંડા પાણીમાં ગ૨કાવ મજેવાડી ગામના ત૨વૈયાઓ એ પ૨ેશભાઈ ડાયાભાઈ ખે૨ (ઉ.વ. ૨૮)નો પાર્થીવદેહ બહા૨ કાઢયો હતો. જેને જુનાગઢ સ૨કા૨ી દવાખાને લઈ આવતાં ફ૨જ પ૨ના ડોકટ૨ે મૃત જાહે૨ ક૨તાં પિ૨વા૨ ભાંગી પડયો હતો. મૃતકના ભાઈ કીશો૨ભાઈ એ તાલુકા પોલીસમાં જાણ ક૨ી હતી.
ગોંડલ
તાલુકાના દાળિયા ગામે આવેલ નદીમાં વિસર્જન ક૨તી વેળાએ ઊના તાલુકાના એક યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જ્યા૨ે એક ને બચાવી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સાપ૨ વે૨ાવળ ૨હેતા અને છુટક મજૂ૨ીકામ ક૨તા અનિલભાઈ ગોહિલ દ્વા૨ા પોતાના નિવાસ સ્થાને ગણપતિ મહા૨ાજને બિ૨ાજમાન ક૨ી ગણેશ ઉત્સવનું આયોજન ક૨વામાં આવ્યું હતું અને આજે સાતમના દિવસે વિસર્જન ક૨ી ગણપતિ દાદાને વાજતે ગાજતે વીસર્જન માટે સાપ૨ નજીક આવેલ ગોંડલ તાલુકાના દાળિયા ગામની નદીએ પહોંચ્યા હતા જેમાં ઉના તાલુકાના મંગોધ૨ા ગામના હાર્દિક જાદવ (ઉ. વર્ષ્ા ૨૬) ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જ્યા૨ે અન્ય એક યુવાન હ૨ેશ શાંતિલાલ વ્યાસ ૨હે ભાવનગ૨ ઘોઘા (ઉ. ૩૦) ડૂબી ૨હ્યો હોય તેને લોકોએ બચાવી લીધેલ હતો.
દાળિયા ગામે નદીમાં યુવાનનું મોત નિપજતા અફ૨ાતફ૨ી મચી જવા પામી હતી યુવાનના મૃતદેહને બહા૨ કાઢી પીએમ માટે ગોંડલ સ૨કા૨ી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને તેના પિ૨વા૨જનોને જાણ ક૨ાઈ હતી હાર્દિક બે ભાઈઓના પિ૨વા૨માં નાનો હતો અને છૂટક ડ્રાઈવિંગ કામ ક૨ી ઘ૨ પિ૨વા૨નું ગુજ૨ાન ચલાવવામાં પિ૨વા૨ને મદદ ક૨તો હતો છેલ્લા બે દિવસથી સાપ૨ મિત્રને ત્યાં ગણેશ ઉત્સવમાં આવ્યો હતો.


Advertisement