સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચર

19 September 2018 12:25 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમચર

Advertisement

જોડિયામાં ગણેશ ઉત્સવ
શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ જોડિયા દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ નિમિતે વિદ્યાર્થી ઓમાં વકતૃત્વ કળા નો વિકાસ થાય વિદ્યાર્થી નો પરિચય થાય અને ધાર્મિકતા ના પ્રચાર અને પ્રસાર હેતુ સહ વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલ હતું. તેમાં પ્રથમ, દ્વિતીય,ત્રિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સ્વ. છગનભાઈ દેવાભાઈ વાંક પરિવાર તરફથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે ગુરૂવારે કરાશે નવરાત્રી મંડપનું રોપણ
પ્રસિધ્ધ શકિતધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો માસની નવરાત્રીની સંપૂર્ણ શાસ્ત્રોકત પધ્ધતિથી પરંપરાગત ઉજવણી કરાશે જે અંતર્ગત જળઝીલણી અગીયારસને ગુરૂવાર તા.20 સપ્ટેમ્બરના સવારે 10:20 કલાકે માણેક ચોકમાં મંડપ-ધ્વજા રોપવામાં આવશે.

વેરાવળ તાલુકાના બાદલપરા ગામે માટીના ગણપતિનું વિસર્જન
વેરાવળ તાલુકાના બાદલપરા ગામે માટીના ગણપતિનું સ્થાપન કરેલ અને તેનું સરસ્વતી નદીમાં વિસર્જન કરવામાં આવેલ આ રીતે દરેક લોકો માટીના ગણપતિ બનાવીને ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે તો જ્યાં વિસર્જન કરવામાં આવે ત્યાં પાણી પણ દુષીત થતું અટકે અને ગણપતિ ઉત્સવ પણ મનાવાય આ વિસર્જન યાત્રામાં વાણંદ હરેશભાઇ, વજુભાઇ સહિતના લોકો જોડાયા હતા.

બાંટવા સાંગાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
બાંટવા શહેરના જાણીતા હરી ૐ મંડપ સર્વિસવાળા સાંગાણી પરિવાર તરફથી તા.18-9થી તા.ર4-9-18 દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

લાલપુરમાં ઉપવાસ આંદોલન
અનામત, ખેડૂતોના દેવા માફી તેમજ અલ્પેશ કથીરીયાને જેલમાંથી મુકત કરવાની માંગ સાથે હાર્દિક પટેલના સમર્થનમાં રાજકોટના પાટીદાર સમાજના અગ્રણી ફર્નાન્ડીઝભાઈ પાડલીયા અનશન ઉપવાસ ઉપર હતા. હાર્દિક પટેલે પારણા કરતા ફર્નાન્ડીઝભાઈને અનશન છોડાવતા અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા સ્વ.ઉમેશભાઇ બાબુભાઇ ભાલાળાના માતા પિતાના હસ્તે પારણા કરવામાં આવ્યા હતા.

ભાવનગર ગણપતિ વિસર્જન
તા.13થી ભાવનગર શહેર-જીલ્લામાં ઠેર ઠેર ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. પાંચમા દિવસે ગણેશ વિસર્જન અંંગે કોળીપાકના દરિયામાં ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે કેટલાક આયોજકો 7, 9 કે અંતિમ 11 દિવસે ગણેશજીનુ વિસર્જનન કરશે. પાંચમા દિવસે અનેક ગણેશજીની પ્રતિમાનું કોળીયાક દરીયામાં વિસર્જન કરાયું હતું.

ટંકારા બાર એશોસિએશન દ્વારા સુપ્રિમ કોર્ટના ચુકાદા અંગે મામલતદારને આવેદન પત્ર
ટંકારા બાર એશોસિએશન દ્વારા સુપ્રિમ કોર્ટ ધારાશાયીઓના હડતાલ બાબતે આપેલા ચુકાદા સામે રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં જોડાયને મામલતદારને આવેદન પત્ર આપેલ. ટંકારા બાર એશોસિએશનના પ્રમુખ પરેશભાઇ ટી.ઉજરીયા ઉપપ્રમુખ મુકેશભાઇ બારૈયા, સેક્રેટરી અમિતભાઇ જાની, પૂર્વ પ્રમુખ અને નોટરી આર.જી.ભાગીયા સહિતના વકીલો દ્વારા આજે મામલતદાર બી.કે.પંડયાને આવેદા પત્ર અપાયેલ.

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વા૨ા સિલાઈ મશીન વિત૨ણ
જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ા૨ા જરૂ૨ીયાત બહેનોને મજેવડી ગામે ૧પ સિલાઈ મશીન આગામી તા. ૩૦મીના ૨ોજ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં હસમુખભાઈ વધાસીયા, મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન વઘાસીયા, વિભાબેન ઠુંમ૨, ઈલાબેન ઢોલ૨ીયા વિ. ઉપસ્થિત ૨હેશે.

વિંછીયામાં 311મું ચક્ષુદાન
વિંછીયા નવજાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા 311મું ચક્ષુદાન નોંધાયું છે. વસંતબેન શાંતિલાલ બગડિયાનું બોટાદ
મુકામે અવસાન થતા સદગતના પરિજનોના સહયોગથી સદગતના ચક્ષુઓનું
દાન કરાયુ હતું. આ ચક્ષુદાનથી બે અંધજનોને નવી રોશની પ્રાપ્ત થશે.


Advertisement