રાજકોટ જી.પં. સદસ્ય કિશોર પાદરીયા(કેપી) રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા

18 September 2018 10:19 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટ જી.પં. સદસ્ય કિશોર પાદરીયા(કેપી) રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા

એલઈડી લાઈટ કોન્ટ્રાકટ માટે રૂ.2 લાખ કમીશન માંગ્યું 'તું ! જેતપુર તાલુકા સહીત જીલ્લાભરના રાજકારણીઓમાં ચકચાર

Advertisement

જેતપુર તા.૧૮
જેતપુર તાલુકાના પેઢલા બેઠક પરથી રાજકોટ જીલ્લા પંચાયતની ચુંટણી લડીને વિજેતા બનેલા કિશોર પાદરીયા ઉર્ફે કેપીભાઈ આજે એસીબીની ટ્રેપની કાર્યવાહીમાં રીતસરના હારી હારી ગયા હોય તેમ રંગે હાથે રૂપિયા 2 લાખની લાંચ લેતા પકડાઈ જતા જેતપુર તાલુકા પંથકમાં અને રાજકોટ જીલ્લાભરના રાજકારણીઓમાં ચકચાર જાગી છે. રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય કેપીભાઈએ તાલુકાના ગામડાઓમાં એલઇડી લાઈટો ફીટ કરવાના કામમાં કોન્ટ્રાકટર પાસે રૂપિયા 2 લાખનું કમીશન માંગતા ફરિયાદીએ કિશોરભાઈને રૂપિયા 2 લાખ આપ્યા હતા પણ એસીબી તંત્રની હાજરીમાં. એસીબી તંત્રે તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ગામડાઓમાં એલઇડી લાઈટ ફીટ કરવાનું કામ રાખનાર ફરિયાદી પાસેથી રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા(કેપીભાઈ)એ રૂપિયા 2 લાખ કમીશન માંગ્યું હતું. આવડી મોટી રકમ આપવા મુંજાયેલા કોન્ટ્રાકટરે આ બારાની રાજકોટ એસીબી તંત્રને જાણ કરતા પીઆઈ એસીબી રાજકોટ ગ્રામ્યના ટ્રેપીંગ ઓફીસર કે. એચ. ગોહીલે, સુપરવિઝન અધીકારીએ. પી. જાડેજા(મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ)ના માર્ગદર્શન હેઠળ આજે એક છટકું ગોઠવ્યું હતું.

જે છટકા મુજબ અકુંર હોટલ જેતપુર પાસે હાઈવે પર રૂપિયા 2 લાખ રોકડા સ્વીકારતા કિશોર પદારીયાને એસીબીએ રંગે હાથે પકડી લઇ, કલર અને કેમિકલવાળા રૂપિયા કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના કહેવા મુજબ કેપીભાઈએ ફરિયાદી પાસેથી જેતપુર તાલુકાના જુદા જુદા ગામોમાં એલઈડી લાઈટો ફીટ કરવાનું કામ આપી આ માટે રૂપિયા 2 લાખ લાંચ માંગી હતી જે આજે સ્વીકારતા પકડાઈ ગયા હતા.આ બનાવથી જેતપુર પંથક, પેઢ્લા, મંડલીકપૂર સહીત તાલુકા અને જિલ્લાભરમાં ચકચાર જાગી છે.


Advertisement