આજનું ચિંતન


Advertisement

                                                                                                 માનવતા

અેક કિશોર તેના મિત્રો સાથે જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે અેક દોડતો ઘોડો જોયો. ઘોડાની પીઠ ખાલી હતી. તેના પર કોઈ અસવાર બેઠેલો ન હતો. તે કિશોર સમજી ગયો કે ઘોડો અસવારને પાછળ ફેંકીને દોડી રહ્યો છે. ઘોડો જે દિશામાંથી અાવ્યો હતો તે દિશા તરફ કિશોર દોડયો. ત્યારે તેને પાછળ અાવી રહેલા મિત્રે કહયું, 'અરે તું અાટલો બધો મુંઝાઈ છે શા માટે ? તે કોઈ તારો અોળખીતો તો છે નહીં.' પેલો કિશોર મિત્રની વાત સાંભળી અેક પળ માટે થોભ્યો. મિત્ર સામે નજર નાંખીઅે તેણે જવાબ અાપ્યો, 'મનુષ્ય માત્ર અોળખાણની જરૂર હોય નહી. તું ઉભો રહે, હું અેકલો તેની મદદે જઈશ. અામ કહી તે કિશોર દોડયો. થોડે દૂર અેક માણસને બેહોશ પડેલો જોયો તેના માથામાંથી લોહી નીકળી રહયું હતું. કિશોરે પોતાના રૂમાલ વડે તેનો જખમ સાફ કયોૅ અને તે માણસને ઉંચકીને નજીકના દવાખાને લઈ ગયા. ખેડૂતનો દિકરો અેવો માનવતાસભર અે કિશોર મોટો થયા પછી અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો. જેનું નામ હતું અબ્રાહમ લિંકન.

Advertisement