અનન્ય સંસ્કૃતિ અને સમૃદ્ધિથી છલકાતું ઓસ્ટ્રિયાનું સ્વર્ગ : સાલ્ઝબર્ગ


Advertisement

સંગીત ગુરુ મોઝાર્ટના અંશો અને મીઠાના અગરો સિવાય પણ સાલ્ઝબર્ગની સાદડીમાં એવી કેટલીય અજાયાબતા સમાયેલ છે જેને જોઇને પણ બે ઘડી મંત્રમુગ્ધ બની જવાય છે..

સાલ્ઝબર્ગ સાથે વણાયેલ કેટલીક અજાયબતા
1) ક્લાસિકલ સંગીતના અધિપતિ સમાન સર મોઝાર્ટનું જન્મસ્થળ આજે માત્ર એક પ્રવાસન સ્થળ ન રહેતા કેટલાંય સંગીત પ્રેમીઓ માટે કલાનું કેન્દ્ર બન્યું છે.
2) એકસાથે હૃદય ઊર્મિઓને ખીલવતો ને સુંદરતાની અટારીએ ઉભેલ ક્રિમલ ફ્લો તરીકે ઓળખાતો વોટરફ્લો યુરોપનો સૌથી મોટામાં મોટો જળપ્રપાત છે.
3) વિશ્ર્વના અનેક દેશોમાં વસતા લાખો મનુષ્યોના દેહમાં ઉર્જાનો સંચાર કરતુ એનર્જી ડ્રીંક ‘રેડ બુલ’ના મંડાણ પણ વર્ષો પૂર્વે આ જ ભૂમિ પર થયા હતા.
4) નદી કિનારે વસતા શહેરના મોટા ભાગના વિસ્તારમાં મીઠું પકવવાનું કામકાજ કરવામાં આવતું હતું અને માટે નગરનું નામ સાલ્ઝબર્ગ એટલે કે મીઠાનું શહેર એવું રાખવામાં આવ્યું.

 

હપ્રવાસ, આમ તો સીધો સરળ અને બહુ જ સામાન્ય શબ્દ. આરામદાયી સમય ગાળવા કે પછી વેપારી હેતુ કે વાતાવરણથી ત્રસ્ત બનેલા ચિતને પ્રફુલ્લિત કરવા તો કોઈ કારણ ખોળ્યા વિના જ અલગારીની માફક ઘર આંગણાથી દૂર અન્યત્ર કોઈ સ્થળે થોડોક સમય વસવાટ કરવાનું નામ પ્રવાસ. એમાય હાલ લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે સમજુ ગુજરાતી લગ્નના ઠાઠમાઠમાં કાપ મૂકી હનીમૂન માટે વિદેશના સ્થળો પર પસંદગી ઢોળી રહ્યા છે. કલ્પના સૃષ્ટિને સાચી પૂરવાર કરતા દુનિયાના એવા જ કેટલાંક અજાયબ શહેરો ગુજરાતી ભાઈઓની પસંદગી બની રહ્યા છે. તો આવો કળકળતો શિયાળા વિદાય લેવાને આરે છે ત્યારે બરફના સામ્રાજ્યમાં રાંચતા એવા જ એક શહેરની મુલાકાત લઈએ.
એક એવો પ્રદેશ જેના ગર્ભમાં સાંપ્રત ઈતિહાસથી લઇ વૈવિધ્ય સભર સંસ્કૃતિના દર્શન થઇ આવે છે. ચેઝ રિપબ્લિક અને ઉત્તરે જર્મનીની સીમારેખા પર વાસિત ઓસ્ટ્રિયાની ગણના વિશ્ર્વના અતિ સુંદર મલકમાં કરાય છે. સુંદરતા અને સમૃધ્ધાતાની અટારીએ ઉભેલ ઓસ્ટ્રિયા એટલે વિએના અને સાલ્ઝબર્ગ જેવા વૈશ્ર્વિક શહેરોનું ધામ. ન ચાહીને પણ જેના પ્રેમમાં પડવાનું મન થાય તેવું અજાયબ સ્થાનક એટલે ઓસ્ટ્રિયા. આમ તો ઓસ્ટ્રિયા ખરેખર એક ઊંડા અને વિવિધ ઈતિહાસ સાથે જોડાયેલ શિયાળાનું વન્ડરલેન્ડ છે. હંગેરિયન સામ્રાજ્ય, ભવ્ય ઈતિહાસ તેમજ ઓસ્ટ્રીયા અવધીના મુખ્ય ખેલાડીઓ તથા ભૂતકાળમાં શ્રેષ્ઠ મનાતા એવા અતૂલ્ય સંગ્રહાલયો અને સંસ્કૃતિનું સંગમ સ્થળ છે. ઓસ્ટ્રિયા વિષે આપણે જે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ તે છે મોઝાર્ટ તથા બીથોવીનની પસંદગી દ્વારા ક્લાસિકલ-યુગ સંગીતના કેન્દ્ર તરીકે ઓળખાતું ઓસ્ટ્રિયા આજેય વિશ્વના અતિ લોકપ્રિય પ્રવાસનોમાં સ્થાન ધરાવે છે. સમગ્ર શહેરમાં, આ મ્યુઝિક જાયન્ટ્સને શ્રઘ્ધાંજલિ મળી શકે છે. જે સાલ્ઝબર્ગ અને વિયેના જેવા શહેરોની સ્થાપના કરવા માટે વિશ્ર્વની સાંસ્કૃતિક રાજધાની તરીકે મહાન સાબિત થયા છે.
જ્યારે બંને ઑસ્ટ્રિયામાં જ છે, છતાં વિયેના અને સાલ્ઝબર્ગ તદ્દન અલગ છે. જ્યારે તમે વિયેનામાં હોવ, વિએના સિમ્ફોનીના ભવ્યતા અને ક્રિસમસ માર્કેટની નચિંત આનંદની અનુભૂતિ કરાવે છે. તો સાલ્ઝબર્ગના પર્વતીય વિસ્તાર તથા ટૂંકા ને સાંકળા વિસ્તારમાં રેલાતી અતુલ્ય સુંદરતા કલ્પના સૃષ્ટિમાં વિહાર કરવા નીકળેલ અલગારી મનની સાત્વિકતાનો અહેસાસ કરાવે છે.
સાલ્ઝબર્ગ ( શાબ્દિક અર્થ અનુસાર : મીઠાનું શહેર) ઓસ્ટ્રિયાનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. નૂતન પાષાણ યુગથી આ વિસ્તારમાં માનવ વસાહત હોવાના ચિહ્નો મળી આવ્યા છે. પ્રાચિન યુરોપિયન ઇતિહાસથી સાલ્ઝબર્ગમાં પ્રથમ માનવ વસાહત શરૂ થઈ હોવાનું પણ જણાય છે.આશરે ઈસવીસન પૂર્વે 15મી સદીમાં રોમન સામ્રાજ્યમાંથી એક શહેરમાં એક અલગ વસાવત જોડાઈ હતી. આ સમયે આ શહેર જુવાવુમ તરીકે ઓળખાતું અને ઈસવી સન 45માં આ શહેરને રોમન સ્વાયત્ત નગરનો દરજ્જો પણ મળ્યો. જુવાવુમ રોમન ક્ષેત્રના એક મહત્વના નગર તરીકે વિકસવા લાગ્યું.
8મી સદીના સેંટ રૂપર્ટના જીવનને શહેરના પુન જનમ માટે શ્રેય આપવામાં આવે છે. જ્યારે થીઓડો ઓફ બાવારિયાએ રુપર્ટને એક ચર્ચની બાંધણી માટે કહ્યું ત્યારે રૂપર્ટે તેના વિશાળ ચર્ચની જગ્યા માટે જુવાવુમ પર પોતાની પસંદગી ઉતારી અને એ જ વખતે રૂપર્ટે સાલ્જ્યા નદીના કિનારે વસેલ આ નગરનું નામ "સાલ્ઝબર્ગ" રાખ્યું. ધીમે ધીમે બદલાતા સત્તાધિશો અને રજવાડાના વખતમાં શહેરનો વિકાસ સધાતો ગયો અને એક સમયના નાનકડા નગરને મહાનગર બનતા સહેજ પણ સમય ન લાગ્યો. સાલ્ઝબર્ગના જુના શહેર (અલ્ટસ્ટાન્ડ્ટ )માં શૈલીગત સ્થાપત્ય છે અને આલ્પ્સના ઉત્તરે શહેરનું સૌથી રક્ષિત શહેર કેન્દ્રો આવેલા છે. તેને 1997માં યુનેસ્કો વિશ્ર્વ સ્થાપત્ય સ્થળની યાદીમાં સ્થાન મળ્યું છે. આ શહેર તેના આલ્પાઈન સ્થાપત્ય માટે વિશ્ર્વભરમાં પ્રસિદ્ધિ પામ્યું છે.


સાલ્ઝબર્ગ 18મી સદીના મહાન સંગીતકાર વોલ્ફગેંગ અમેડિયસ મોઝાર્ટનું જન્મસ્થળ છે. 20મી સદીના મધ્યભાગમાં અમેરિકન મ્યુઝિકલ અને ફિલ્મ ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકના ભાગો માટે આ શહેરની રચના કરવામાં આવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના પ્રચલિત સિમાચિહ્નો દર્શાવવામાં આવ્યા હતા. ધ મ્યુઝિકલ રિચાર્ડ રોઝર્સ અને ઓસ્કાર હેમર્સ્ટીન 2ની ભાગીદારીમાં હતું. સાલ્ઝબર્ગ રાજ્યનું પાટનગર શહેર (લેન્ડ સાલ્ઝબર્ગ ) છે. આ શહેરમાં ત્રણ વિશ્ર્વવિદ્યાલયો છે. આ શહેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે જે આ વિસ્તારને જીવંત અને ઉર્જામય બનાવે છે. તેમ જ વિશ્ર્વવિદ્યાલયો સમુદાયને સંસ્કૃતિ પુરી પાડે છે.
1960માં ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ફિલ્મ સાલ્ઝબર્ગ અને સાલ્ઝબર્ગ રાજ્ય ખાતે ફિલ્માવવામાં આવી હતી. આ ફિલ્મ સાલ્ઝબર્ગની સાધ્વી મારિયા વોન ટ્રેપની સત્ય જીવનઘટના પર આધારીત છે. મારિયા ધનાઢ્ય પરિવાર સાથે રહી હતી અને જર્મન એન્સચ્લુસમાં ગઈ હતી. આ ફિલ્મ ખાસ કરીને ઓસ્ટ્રિયનોમાં લોકપ્રિય થઈ ન હતી પરંતુ જે લોકો ફિલ્મ દર્શાવેલ આવેલા સ્થળોને જોવા ઈચ્છે છે તેમના માટે આ સ્થળ આકર્ષક છે. ઓસ્ટ્રિયન ગુનાહીત ટીવી શ્રેણી સ્ટોકીન્ગરને સાલ્ઝબર્ગ ખાતે ફિલ્માવવામાં આવી હતી. 2010ની નાઈટ એન્ડ ડે ફિલ્મમાં મોટા ભાગે પાશ્ર્વભૂમિ તરીકે સાલ્ઝબર્ગને ફિલ્માવવામાં આવ્યું છે.
સાલ્ઝબર્ગ શહેર આલ્પ્સની ઉત્તરી સરહદ ખાતે સાલ્ઝાચ નદીના કિનારે આવેલું છે. સાલ્ઝબર્ગના દક્ષિણ ભાગમાં આવેલા પર્વતો ઉત્તરના નીચાણવાળા ભાગથી જુદા પડે છે. ઉંચી પર્વતની ટોચ- 1972 મીટર અન્ટરબર્ગ શહેરથી થોડા કિ.મીના અંતરે આવેલી છે. અલ્ટસ્ટાન્ડ્ટ અથવા જુનું શહેર શૈલીગત ઈમારતો અને ચર્ચો તેમજ મોટા ફેસ્ટંગ હોહેન્સાલ્ઝબર્ગથી છવાયેલી છે.
આ વિસ્તાર બે નાના પર્વતોથી ઘેરાયેલો છે. મોન્શબર્ગ અને કાપુઝિનરબર્ગ . જે શહેરના લીલા ફેફસાનું કાર્ય કરે છે. સાલ્સબર્ગ મ્યુનિકથી પૂર્વમાં લગભગ 150 કિ.મી, લ્જુબ્લ્જાનાથી 281 કિ.મી અને વિએનાના પશ્ર્ચિમેે 300 કિ.મીના અંતરે આવેલું છે. બીજા વિશ્ર્વયુદ્ધ બાદ સાલ્ઝબર્ગ સ્ટેટ ઓફ સાલ્ઝબર્ગનું (લેન્ડ સાલ્ઝબર્ગ ) પાટનગર બન્યું હતું. 27 જાન્યુઆરી, 2006ના રોજ વોલ્ફગેન્ગ મોઝાર્ટની 250મી જન્મતિથિ હતી. આ પ્રસંગની ઉજવણી કરવા માટે સાલ્ઝબર્ગની તમામ 35 ચર્ચોએ સાંજના 8 વાગ્યા (સ્થાનિક સમય) બાદ ઘંટ વગાડ્યા હતા. પુરા વર્ષ દરમિયાન મોટી ઉજવણીઓ થઈ હતી.
ટોપ સ્કીઇંગ સ્થાન તરીકે જાણીતા, સાલ્ઝબર્ગનું ઓલ્ડ ટાઉન(અલ્ટાસ્ટ્ટે) આંતરરાષ્ટ્રીય સ્તરે તેના બારોક આર્કિટેક્ચર માટે પ્રસિદ્ધ છે અને આલ્પ્સના ઉત્તરમાં શ્રેષ્ઠ સંરક્ષિત શહેર કેન્દ્રોમાંનું એક છે. વધુમાં, સાલ્ઝબર્ગ 18મી સદીના સંગીતકાર વુલ્ફગાંગ એમમેડસ મોઝાર્ટનું જન્મસ્થળ હતું, અને તે મ્યુઝિકલ પ્લે અને ફિલ્મ ધી સાઉન્ડ ઓફ મ્યુઝિકની દેન હતી.
સંગીતની સુંદરતા, હવામાન અને અદ્ભુત બાવેરિયન સંસ્કૃતિમાં ખોવાઈ જાઓ કે સાલ્ઝબર્ગે સ્થાનિક વાનગીઓ, મહાન બિઅર, અને અસંખ્ય માણસોનો ઉપયોગ કરીને આપે છે. માર્ગદર્શિત પ્રવાસો શહેરના. વીયેટર પર અસંખ્ય પેકેજ વિકલ્પો છે, જેમાં આલ્પાઇન લેક્સ, અથવા સાલ્ઝબર્ગના હોપ-ઑન હોપ-ઑફનો સમાવેશ થાય છે.
સાલ્ઝબર્ગ વાસ્તુકલાની ભવ્યતા
આમ જોવા જઈએ તો આખાયે ઓસ્ટ્રિયામાં ઠેરઠેર આવેલ શાહી ઇમારતોની પ્રશંસા કરી શકાય તેમ છે. પરંતુ બેરોક શૈલીના મકાનોની બેનમૂન બાંધણી સાલ્ઝબર્ગને પૂર્વ ઓસ્ટ્રિયાના મોતીમાણેકનો ખિતાબ અપાવે છે. જેમાં 16મી થી 19 શતાબ્દીમાં બંધાયેલ મીરેલ પેલેસ તેમજ બેરોક ઉદ્યાન તેમજ બેરોક સંગ્રહાલય અદભૂત આકર્ષણનું કેન્દ્ર છે. આકર્ષક બાંધણીની સાથોસાથ ઇટાલિયન આર્કિટેક્ટ કલા-કૌશલનો ઉત્તમ નમૂનો રજૂ કરે છે. રાજ નિવાસની નજીક જ એક ગેલેરી પણ આવેલ છે. જ્યાં મહાન બૈરોક્સ માસ્ટર રૂબેન્સના ભાતભાતના આર્ટ રજૂ કરવામાં આવ્યા છે. જે ઓસ્ટ્રિયાનો પ્રવાસ દરેક પ્રવાસી માટે સુખદની પળો કહી શકાય તેમાંની એક છે. જે સાથે હોહેન્સલજબર્ગનો ભવ્ય કિલ્લો તેમજ પાતળી શેરીઓના નાકા પર બિરાજિત પારંપરિક રેસ્ટોરન્ટની સાથે જેના માટે સાલ્ઝબર્ગે વિશ્ર્વભરમાં ઓળખ ઉભી કરી છે તે ક્રિસમસ બજાર પણ મુખ્ય આકર્ષણમાનું એક ગણી શકાય છે. એમાય શિયાળો શરૂ થતા જ ચારેકોર ઊંચા ડુંગર અને તેના પર હિમાચ્છાદિત બરફની શાલ વચ્ચે પાંગરેલ સાલ્ઝબર્ગની અજાયબતા માણવા જેવી બની ઉઠે છે. માટે જ ઓસ્ટ્રિયા જેવા હિમખંડની મુલાકાત લેવા માટે શિયાળાથી ઉત્તમ સમય બીજો કોઈ હોઈ જ ન શકે.
rjaviya11@gmail.com

Advertisement