જો ‘CONTENT’ કિંગ છે, તો એની પ્રસ્તુતિ વઝીર છે


Advertisement

કહેવાય છે કે સત્તાની ચિંતા રાજા કરતા વધારે એના વઝીરને હોય.જ્યારે રાજા સત્તા ભોગવતો હોય છે ત્યારે તેણે અમુક એવા નિર્ણયો પણ કરવા પડતા હોય છે કે જે રીસ્કી હોય પણ પ્રજાલક્ષી હોવા અનિવાર્ય છે. એટલી દીર્ઘદ્રષ્ટિ કોઇ રાજામાં હોય તો તે રાજા કુશળ શાસન કરી શકવા માટે સક્ષમ છે. આજકાલના તાર્કિક જમાનામાં ફક્ત જ્ઞબદશજ્ઞીત તર્કો થકી કોઇ રાજ કરી શકતુ નથી. આજકાલના રાજ અને શાસન માટેની ડેફિનીશન બહુ જુદી અને બદલાયેલી જણાય છે. આજે કોઇપણ ફિલ્ડ હોય, ઇવેન્ટ, લેખન, ક્રેએટીવીટી, સાઇયન્સ, આર્ટ, કોમર્સ, એન્જીનીયરીંગ, ડોક્ટરી...તમામ ફિલ્ડમાં લોકો બે જ વસ્તુ જોતા હોય છે. 1) કે તમે શું કરો છો? 2) તમે કેવું કરો છો? એક છે ક્ધટેન્ટ અને બીજી છે એની પ્રસ્તુતિ. તમે શું કરો છો તેનાથી તમારો હોદ્દો નક્કી થાય છે અને તમે કેવું કરો છો તેનાથી તે હોદ્દાને તમે કેટલા લાયક છો તે નક્કી થતું હોય છે. ચાણક્ય કહી ગયા છે કે, યોગ્યતા કાર્ય આવે ત્યારે જણાય, નીવડે ખબર પડે. આવી જ નીતિ-રીતિ થકી બે વાતની આજે ખુલાસીને ક્ધટેન્ટફુલ પ્રસ્તુતિ કરવી છે. ચાણક્ય એટલે નીતિના સરતાજ. ચાણક્યનો એક શબ્દ બરાબર સામાન્ય માણસના 10 આર્ગ્યુમેન્ટ. તેવા ચાણક્યને જો બેઝમાં રાખીને આપણે આ ક્ધટેન્ટની વાતો કરીએ તો કદાચ આપણી વાતને યોગ્ય ન્યાય મળી શકે. આજે લોકોબધી જ વાતનો ન્યાય માંગવામાં વ્યસ્ત છે, પણ તે જ લોકો ક્ધટેન્ટના નામે અન્યાય કરીને બીજાને ત્રસ્ત કરે છે તે કોઇ નથી જોતું. હવે ક્ધટેન્ટની તાસીર કર્મ જેવી જ છે, તે ક્યાંય કોઇની સાથે ભેદભાવ નથી કરતો. ક્ધટેન્ટ સારો કે ખરાબ નથી હોતો, તે ખરાબ કે ઓછો ખરાબ જ હોય છે. ઉદાહરણ માટે જોઇએ તો રૂરલ વિસ્તારોમાં જ્યાં કિંજલ દવે અને વિજય સુંવાળા સુપરસ્ટાર છે એજ બંને જણા અર્બન વિસ્તારોમાં લોકોને લોડ આપતા હોય છે. એવી જ રીતે જે ગુલઝારને ફુલ ઓફ ક્ધટેન્ટ માનવામાં આવે છે એજ ગુલઝારનો ક્ધટેન્ટ રૂરલ વિસ્તારોમાં બાઉન્સર જાય છે. તો કયો ક્ધટેન્ટ ક્યાં ચાલે છે અને તેની પ્રસ્તુતિ ક્યાં થવી જોઇએ તે વિષયમાં પડવા કરતા આપણે તે જ વાત પર ફોકસ કરીએ કે આખરે ક્ધટેન્ટની પ્રસ્તુતિ માટે ચાણક્યને બેઝ કેવી રીતે બનાવવો, અને આપણી વાતને યોગ્ય કરવા શું કરવું? ચાણક્યના અમુક નિયમોને ક્વોટ કરીએ. 1) ચાણક્ય: આખો દિવસ આ રીતે વિતાવવો. દિવસનો પ્રથમ પ્રહર, હાથી-ઘોડા, રથ અને અસ્ત્ર-શસ્ત્ર ચલાવવાની વિદ્યાનો અભ્યાસ કરવો. આજનો સંદર્ભ: દિવસનો પ્રથમ પ્રહર, તમારી શૈલી, તમારી રૂચિને શસ્ત્ર માનીને તેની ધાર કાઢવામાં લાગી જવું. તેની પ્રેકટીસ કરવી. તેનો અભ્યાસ કરવો. અહીં હાથી ઘોડા અને રથ બીજુ કઇ નથી પણ આપણી પાસે રહેલો આપણો અસલો છે કે જે આપણને આપણી ફિલ્ડમાં કામ આવવાનો છે. 2) ચાણક્ય: દિવસનો પાછલો પ્રહર ઇતિહાસ વગેરે પ્રેરણદાયી શાસ્ત્રો સાંભળવા. દિવસનો બાકીનો ભાગ- નવું જ્ઞાન પ્રાપ્ત કરવું. આજનો સંદર્ભ: કશુંક નવું મેળવવાની ખેવના જ આપણા ક્ધટેન્ટને જીવંતરૂપ અને ફ્રેશનેસ આપતી હોય છે. 1 ટકો ઇન્સ્પીરેશન અને 99 ટકા પર્સ્પીરેશન, આ સિદ્ધાંત અનિવાર્ય સંજોગોમાં નહી પણ દરેક સંજોગમાં અનિવાર્ય છે. આપણા કિચનમાં કરિયાણું ભરેલુ હશે તો જ નવી-નવી અને તાજી વાનગીઓ બનાવવાનો ખ્યાલ આવશેને.! બાકી ઓનલાઇન ઓર્ડરમાં તો હવે ચાખેલુ ખાવાનું મળવા લાગ્યું છે.! 3) ચાણક્ય: રાજા વિદ્વાન હોવો જોઇએ. વિદ્વત્તા, ભણવા-સાંભળવાથી આવતી હોય છે. રાજા બહુશ્રુત હોવો જોઇએ. આજનો સંદર્ભ: જ્ઞાન તે તમામ ગંગોત્રીનું સાગર છે. લોકોને હંમેશા ભર્યુ ભાણુ ખાવું જ ગમતુ હોય છે. તમારી પાસે પણ જો ભંડાર ભરેલો હશે તો તમારા દરવાજેથી કોઇ દિવસ લોકોની લાઇન ઓછી નહી થાય. જરૂરિયાતોની સંખ્યા રોજ વધતી જ રહેવાની. તમારી જરૂર લોકોને ત્યારે પડે જ છે જ્યારે તમે તમારા ભંડારમાંથી તેમને જોઇતી વસ્તુ ઇન્સ્ટન્ટ પ્રસ્તુત કરો છો. આ થોડાક નિયમોથી તે વાતનો ક્યાસ કાઢી શકાય છે કે આપણી પાસે જો સત્વ હશે તોજ તત્વ દેખાશે. સત્વ વિનાના તત્વનું ઉત્તમ ઉદાહરણ આપીએ તો ગુજરાતી ફિલ્મો અને નાટકો છે. એક ગુજરાતી તરીકે મારી જ ભાષાના કાર્યને વખોડું તે યોગ્ય નથી પણ એક જાગૃક નાગરિક અને પ્રથમ મનુષ્યની લાગણી અનુભવીને તેટલુ ચોક્કસ કહી શકું કે ગુજરાતી ફિલ્મો અને નાટકો નહી ચાલવા પાછળનું એક અને એકમાત્ર કારણ ક્ધટેન્ટ છે. આખરે ક્યાં સુધી આપણે બાંડો હાથી શણગાર્યા કરીશું. એવું નથી કે ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં બેન્ચમાર્ક કૃતિઓ નથી આવી, પણ એ બેન્ચમાર્ક પણ ત્યારે બની છે જ્યારે તેમાં ક્ધટેન્ટ રહ્યું છે, અને તેની પ્રસ્તુતિ ઉમદા રહી છે. રાજકુમાર હિરાનીની ફિલ્મો કેમ હીટ જાય છે, તેના મુળમાં આ જ છે. એક મોટી વાતને સાદી રીતે કહીને તરત તેનું ઉંડાણ સમજાવી દેવું તે જ સાચ્ચા અને સારા ક્ધટેન્ટની પ્રસ્તુતિ છે,અને આજે રાજા એજ છે કે જેની પાસે સત્વ છે, ક્ધટેન્ટ છે. શોલે ફિલ્મનો ડાયલોગ કિતને આદમી થે.? જો ગબ્બર સિંગે તેની આગવી શૈલીમાં પ્રસ્તુત ના કર્યો હોત તો કદાચ આટલો એપીક ના થયો હોત. ક્ધટેન્ટ સાથે તેની પ્રસ્તુતિ પણ એટલી જ જરૂરી છે. બંનેનો યોગ્ય સંગમ જ શ્રેષ્ઠતાનો ઉલ્લેખ છે. તમે કેટલા મેચ્યોર છો તે તમારા સત્વ અને તેને ન્યાય આપવા ઉચ્ચારેલા તત્વ પરથી ખબર પડતી હોય છે.જો ફ્રેન્કીની વચ્ચેનું સ્ટફ તમે યોગ્ય રીતે ન ભરો અને વ્યવસ્થિત રોસ્ટ ના કરો તો ફ્રેન્કી શાક-ભાખરી જ લાગે, ફ્રેન્કી ના લાગે. નક્કી આપણે કરવાનું છે કે તમારે ખરેખર ફ્રેન્કીને ફ્રેન્કી જ રજુ કરવી છે કે કોઇ તેને શાક-ભાખરી કહી દેશે તો ચાલશે. જો, શાક-ભાખરી ચલાવી લેતા હોવ તો પછી ફ્રેન્કી બનાવવાની મહેનત જ શું કામ કરવી, સરસ શાક-ભાખરી જ ન બનાવીએ...? આપણી ફ્રેન્કી, આપણો સ્વાદ...જો નક્કી કરી લઇએ તો ઠેલો આબાદ ચાલ્યા કરશે, બાકી દબાણવાળાને હપ્તો આપીને પણ અમુક કાચા-પાયાની બિલ્ડીંગો તે અસંખ્ય લોકોના જીવનને પણ દાવ પર લગાવીને ઉભી છે કે જેના આધાર પર તેઓ પોતાનું નિરવહન કરતા હોય છે. આવવાનું કારણ... મંત્રપૂર્વા: સર્વારમ્ભા: -ડાહ્યા પુરૂષોએ પુરી મંત્રણા કર્યા પછી જ કાર્યોનો આરંભ કરવો. -ચાણક્ય

Advertisement