સંબંધો હંમેશા એક ‘SECOND CHANCE’ પર ટકતા હોય છે.


Advertisement

“I am sorry! Please give me one chance!”

“एकगलतीतोसबकोमाफहोतीहै”

“મને ભૂલ સુધારવાનો મોકો તો આપ. હું આવુ ફરી નહી કરૂં.”

 

        કેટલીવાર આ વાક્યો તમારી જીભ પરથી પસાર થયા હશે?સંબંધ જેટલો ગાઢ હોય, આ વાક્યોની તીવ્રતા એટલી જ વધારે રહેવાની. સેલ્ફ રીયલાઇઝેશનનો પોતાનો જ અલગ વિસ્તાર રહેલો છે. તેની અંદર જે કોઇપણ ઉતરે કે તરત જ પોતાની એક અલગ ઓળખાણ સાથે બહાર આવતું હોય છે. એક વાત ખાસ તે જોવી રહી કે પ્રાયશ્ચિત બે જ સંજોગોમાં થતું હોય છે. એક, જ્યારે આપણે ‘દિલ’થી સંબંધ સાચવવા માંગતા હોઇએ. બીજુ, આપણે ‘સંબંધ’ને દિલથી સાચવવા માંગતા હોઇએ. બે વાક્યો લાગશે સરખા પણ ભાર જુદો જુદો છે. પહેલામાં લાગણી પર ભાર છે અને બીજામાં સંબંધો પર. પહેલામાં પોતાનો ખ્યાલ છે અને બીજામાં સામેવાળાનો. આપણે હંમેશા કોઇપણ રીતે સંબંધોની ગુંચવણને ઉકેલવા મથતા રહેતા હોઇએ છીએ.તે ગુંચવણ કેવી છે અને ક્યાંથી ઉકલશે તેનો ક્યાસ કાઢવામાં એક જીંદગી પસાર થઇ જતી હોય છે. આપણે હંમેશા એવુ વિચારતા હોઇએ કે મારો આની સાથે રીલેશન ટક્યો છે, પ્રેમના કારણે...” “અમારા બંને વચ્ચે તો રૂણાનુંબંધ છે એટલે સાથે છીએ...” “અમારી વચ્ચે અન્ડરસ્ટેન્ડીંગ ખુબ જ છે એટલે ટકી રહ્યા છીએ.”!આ બધી જ વાત સચોટ છે પણ સાચ્ચી નથી. અન્ડરસ્ટેન્ડીંગ ક્યારે આવશે, જ્યારે તમે એકબીજાની વાતોને ચલાવી લેશો, કોમ્પ્રોમાઇઝ કરી લેશો, એકબીજાની લાગણીઓને સમજીને એડજસ્ટ કરીને ચાલશો, અને બધા જ એડજસ્ટમેન્ટની પાછળ છુપાયેલો છે સેકન્ડ ચાન્સ. તમે એવા કેટલાય ચાન્સીસ તમારા પાર્ટનરને આપી દો છો કે જે તમારી, તમારા સંબંધ પ્રત્યેની કુણી લાગણીને ઉજાગર કરે છે.

        એક પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવીને આવતો પતિ, કે એક પારકા પુરૂષ સાથે એવી જ પરિસ્થિતિ સાથે રહીને આવતી પત્ની, નવાબી રવાડે ચઢેલો એક પુત્ર કે પુત્રી, તમારો જ પાર્ટનર રહીને તમને જ દગો આપતો તમારો બીઝનસ પાર્ટનર, બોર્ડ એક્ઝામમાં ફેઇલ થઇને આવેલો છોકરો, છુટા-છેડાની અણીને આવી ગયેલા પતિ-પત્ની...આ બધાં જ આપણા માટે હંમેશ માટેના ધર્મસંકટો રહ્યા છે. આ સંકટોમાંથી બહાર આવવા માટે આપણે સંકટમોચનને યાદ કરીએ એ એક વાત છે પણ તેમાંથી જાત્તે જ ઉગરવા માટે second chance નો યોગ્ય ઉપયોગ કરીએ તે સંકટમોચન જેટલી જ નેક વાત છે. દરેક માટે રીલેશનની પરિભાષા જુદી જુદી હોઇ શકે છે પણ તેના પરમેનન્ટ સોલ્યુશન તો અમુક જ રહેલા છે, તેમાથી એક છે સેકન્ડ ચાન્સ.

        સંબંધ ટકે છે તો સેકન્ડ ચાન્સથી. માણસ તરીકે ભૂલ થાય તો તેને સ્વિકારી લેવી તે આપણી ખાનદાની કહેવાય પણ તેનાથી બધુ હેમખેમ પાર નથી ઉતરતુ હોતું. તે ભૂલને સુધારવી પડતી હોય છે, (જો પરસ્પર સુધારા ઇચ્છતા હોઇએ તો...) એક રીતે જોવા જઇએ તો પુરૂષને હંમેશા નાની નાની ભૂલો કરતો બતાવવામાં આવ્યો છે અને સ્ત્રીઓને નાની-નાની વાતે મજબૂર બતાવવામાં આવી છે. એટલા માટે જ પુરૂષો વધારે સેકન્ડ ચાન્સની ઝંખના રાખતા હોય છે. પુરૂષ જેટલો શારીરીક રીતે સબળ હશે એટલો જ મનથી ચંચળ હશે. સ્ત્રીઓમાં તે વાત ઉંધી છે અને જુદી પણ. સ્ત્રીઓ પાસે એટલી તાકાત તો છે કે તે ષડયંત્ર નામક ભારે શબ્દને સરળતાપૂર્વક અમલમાં મુકી શકે છે. ષડયંત્ર એટલે ફક્ત નેગેટીવીટી જ નથી, પોતાના અંગત સ્વાર્થ માટે વપરાતી બુદ્ધિમત્તાને પણ ષડયંત્ર કહી શકાય છે, જેમાં કશું જ ખોટુ નથી. જો તમે કોઇને સેકન્ડ ચાન્સ નથી આપતા તો તમારા માટે સંબંધ કરતા વધારે અગત્યનો એ વખતે તમારો ઇગો હોય છે. જેટલા “Forgetit” ના સુત્રો પૃથ્વીના સાહિત્યમાં છપાયેલા છે એટલા જ “forgive it” ના ઉપદેશો પણ કહેવાયા છે.

        બીજો અવસર ફક્ત બીજા માટે નહી પણ પોતાના માટે પણ એટલો જ જરૂરી છે. વધતા જતા આપઘાતો પાછળ ખુદને નહી અપાતા બીજા અવસરો કારણભૂત છે. માન્યુ કે જીવન આપણી પાસે ફક્ત એક છે, પણ એટલે જ તો આપણા શરીરમાં મોટાભાગના અંગો દ્વિ-અંકમાં અપાયા છે. બે હાથ, બે પગ, બે કાન, બે આંખ, બે હોઠ, બે મગજ. બસ, હવે જો આમાં આપણે બીજો અવસર પણ ઉમેરી દઇએ તો આપણે ઘણુખરૂ જીવી શકીશું. ઘણુ જીવવું એટલે લાંબુ જીવવું નહી, બહુ બધુ જીવવું. તમે જેની પણ સાથે હોવ, તે પછી કોઇ બીજુ હોય કે તમે પોત્તે હોવ પણ જો એક-બીજાની સાથે એક-બીજાને અને એક બીજા અવસર સાથે જીવી શકો તો આપણે સો ટકા આનંદમયી જીવી શકીએ.

બાકી, સેકન્ડ ચાન્સ બધાને લાગુ નથી પણ પડતો હોતો.

સરહદ પર લડાઇમાં ઇન્ડીયન આર્મી જો હુમલાખોર પાકિસ્તાનને બીજો અવસર આપી દે તો...???

આવવાનું કારણ...

જલ્લાદ- બોલ, તારી છેલ્લી ઇચ્છા શું છે.?

મરનાર-મને બીજો અવસર આપી દો...!

Advertisement