ભાજપ-કોંગ્રેસ અને ‘વો’........


Advertisement

શા માટે ભાજપ વિપક્ષના ધારાસભ્યોને ટાર્ગેટ કરે છે

2014 બાદ ભાજપનો અશ્ર્વમેઘ યજ્ઞનો અશ્ર્વ દેશભરમાં ફરી વળ્યો છે પણ 2017 ના અંતથી ઓચિંતુ વાતાવરણ પલટાવા લાગ્યું છે અને ભાજપની ચિંતા એ જ છે

જો 2014 થી આજ દિન સુધી જોઈએ તો દેશમાં યોજાયેલી ધારાસભા ચૂંટણીમાં કુલ 4230 ધારાસભ્યો ચૂંટાયા જેમાં ભાજપના 1281 તો કોંગ્રેસ તેનાથી વધુ પાછળ નહિં તેમ 938 બેઠકો મેળવી પણ "વો” એટલે કે પ્રાદેશિક પક્ષોએ 1873 બેઠકો જીતી છે.

ભાજપ વિપક્ષના ધારાસભ્યો-કમ નેતાઓને રાતોરાત મંત્રી બનાવે છે ટિકીટ ક્ધફર્મ કરે છે તેનો કાર્યકર્તા પણ સમજી શકતો નથી કે અમારી મહેનત કયાં ટુંકી પડી રહી છે! પણ એજન્ડા છે વિપક્ષનું મોરલ તોડવુ. ચૂંટણી જીતવી અને અંતે રાજયસભામાં બહુમતી એ મોટો ટાર્ગેટ છે.

2017 સુધી ધારાસભા ચૂંટણીમાં સરસાઈ ભોગવતા ભાજપે 2018 માં આ સ્થિતિ ગુમાવી છે. ગત વર્ષે 18 ધારાસભા ચૂંટણીમાં 1077 બેઠકોમાંથી ભાજપને 352 મળી તો કોંગ્રેસને 404 અને અન્ય પક્ષો 302 મેળવી ગયા હતા.

Image result for Indian-Political-Parties-Logo

ફરી એક વખત ભાજપ-સરકાર રચવામાં વધુ કુશળ પુરવાર થઈ છે.ગોવામાં મનોહર પારીકરના નિધનના 36 કલાકમાં ભાજપે રાજયમાં હાલ બહુમતી ગણી શકાય તેવી સરકાર રચી જરૂર પડી તો 3-3 ધારાસભ્ય ધરાવતા બે પક્ષોને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. કુલ 21 ધારાસભ્યોના ટેકાની સરકાર આવી છે. તેમાં વાસ્તવિકતા મુજબ કુલ ધારાસભ્યોના 15% જ મંત્રીઓ બની શકે. ગોવામાં 40 ધારાસભ્યોની વિધાનસભામાં ખરેખર 36 સભ્યો મૌજુદ છે તેથી 6 મંત્રી તો વધુમાં વધુ હોઈ શકે. પણ અહી મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી પોતે જ 50% કવોટા ખાઈ ગયુ હવે વધુ 6-8 ધારાદભ્યો મંત્રી-બાકીના 2-3 બોર્ડ નિગમ જેવા હોદ્દા મેળવશે.
આમ શાસક મોરચાના લગભગ તમામ ધારાસભ્યો કોઈને કોઈ સરકારી હોદ્દા પર હશે. આ ભાજપ જ કરી શકે. કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષમાં આવી હિંમત પણ નથી અને રાજકીય આવડત પણ નથી.વાસ્તવમાં ફકત આ એકજ રાજયમાં જ નહીં પરંતુ દેશના અનેક રાજયોમાં ભાજપે ખુદની બહુમતી વગર પણ સરકાર બનાવી છે.જયાં સરકાર હોય ત્યાં વિપક્ષના ધારાસભ્યોને પણ શામ-દામ-દંડ ભેદથી તેની સાથે લીધા છે. ભાજપે આ નવા પ્રકારના રાજકારણની શરૂઆત કરી છે. તેનાથી પક્ષાંતર વિરોધી ધારો લાચાર બનીને જોઈ રહ્યો છે. કોંગ્રેસ કલ્ચરથી દેશને મુકત કરવાનું વચન આપ્યું હતું તે ખુદ આ કલ્ચરને તેનામાં ભેળવી રહ્યા છે. જો તેમાં રાજકીય સિધ્ધાંતો નૈતિકતા કે મુલ્યો જેની વાતો આપણા નેતાઓ કરતા હોય તેને કશુ લાગતું વળગતું નથી. દેશમાં 2014 ભાજપનો જે અશ્ર્વમેઘ યજ્ઞનો અશ્ર્વ દેશના વિવિધ ભાગોમાં આગળ વધી રહ્યો હતો. અને દેશની જનતા પણ ભાજપમાં સમરસ થવા લાગ્યાના દ્રશ્યો હતા. તેનાથી ભાજપને કંઈ ચિંતા ન હતી. વિકાસની રાજનીતિ આગળ અન્ય તમામ હથીયારો બુઠ્ઠા સાબિત થતા નજરે ચડતા હતા તો પછી ભાજપે આ રીતે ગુજરાત સ્ટાઈલથી કોંગ્રેસનાં ધારાસભ્યોને રાજીનામાં આપીને ભાજપમાં ભેળવવા કલાકોમાં મંત્રી બનાવવા અને પક્ષના કાર્યકર્તાઓને આ મંત્રીઓને સલામ મારવી પડે તેની આગળ પાછળ ફરવુ પડે તેની જરૂર શા માટે પડી છે!
ખુદ ભાજપનો કાર્યકર્તા પણ સ્તબ્ધ છે કે પક્ષના નિર્માણમાં અને ચૂંટણી જીતવામાં નેતાઓ માટે ‘ભકત’નું લેબલ લાગે તે હદે પુજા કરવા છતા એવું શું ખુટે છે કે પક્ષે કોંગ્રેસ કે વિપક્ષના ધારાસભ્ય કે નેતાઓનો સહારો લેવો પડે છે. આ વિપક્ષના ધારાસભ્યો કે નેતાઓ ચોકકસ જ્ઞાતિ-જાતિ-ધર્મના વિશાળ અનુયાયી વર્ગ ધરાવતા હોયછે અને પ્રથમ કારણ એ છે કે સૌના સાથ સૌના વિકાસ છતાં ભાજપના એ વર્ગ સુધી પુરો પહોંચી શકયો નથી કે વિશ્ર્વાસ મેળવી શકયો નથી. તેથી તે સમાજને જીતવાને બદલે નેતાઓને ખરીદીને તેના ટેકેદારોને સાથે રાખવા મહેનત કરી છે. પક્ષના સંનિષ્ઠ કાર્યકર્તાઓના ભોગે પક્ષને મજબૂત બનાવવાના પ્રયાસ પાછળ છુપો ભય છે અને તે છે વિપક્ષ બહુ ઝડપથી ભાજપના વોટ-શેરને કેચ કરી રહ્યો છે. જો પાયાથી વિચારીએ તો 2014 બાદ ભાજપે એક પછી એક રાજયમાં સતા મેળવી હતી. વધુ ધારાસભ્યો આ પક્ષના ચૂંટાયા જો આંકડાની દ્રષ્ટીએ જોઈએ તો દર ત્રણ ધારાસભ્યમાં એક ભાજપનો છે પણ કોંગ્રેસ તેની પાછળ નથી. આ પક્ષ દરેક ચાર ધારાસભ્યમાં એક ધરાવે છે.
2014ની લોકસભા ચૂંટણી બાદ ગત વર્ષના અંતે (2018) જે પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીઓ યોજાઈ તેના આંકડા ભાજપના ભયને છતો કરે છે. 2014માં મોદી શાસને સતા સંભાળ્યા બાદ કુલ 4230 ધારાસભ્યો દેશમાં ચૂંટાયા છે. જેમાં 1281 ધારાસભ્યો ભાજપના છે તો કોંગ્રેસ તેની પાછળ નથી. આ પક્ષના 938 ધારાસભ્યો છે.
2014માં 8 ધારાસભ્યોની ચૂંટણી યોજાઈ હતી જેથી કુલ 1079 બેઠકોમાં ભાજપને 261 કોંગ્રેસને 154, ડાબેરી પક્ષોને 6 અને અન્યને 658 બેઠકો મળી હતી. 2015માં બે રાજયો બિહાર અને દિલ્હીમાં ધારાસભા ચૂંટણી યોજાઈ જેના કુલ 313 ધારાસભ્યોમાં ભાજપના 56, કોંગ્રેસના 27, ડાબેરી 3 અને અન્ય 227 ધારાસભ્યો ચુંટાયા હતા.
2016માં પાંચ રાજયોની ધારાસભ્ય ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં કુલ 822 ધારાસભ્યો હતા જેમાં ભાજપના 64 કોંગ્રેસના 115, ડાબેરી 109 અને અન્ય 534 હતા.
2017માં ગુજરાત સહિત 7 રાજયોની ધારાસભા ચૂંટણી યોજાઈ જેની કુલ 939 બેઠકો હતી જેમાં ભાજપના 548 કોંગ્રેસના 238, ડાબેરી 1 અને અન્ય 152 ધારાસભ્ય ચૂંટાયા હતા. 2018માં પરિસ્થિતિ એ વળાંક લીધો હતો. વર્ષમાં કુલ 9 ધારાસભાની ચૂંટણી યોજાઈ જેમાં ભાજપને 352 કોંગ્રેસને 404, ડાબેરી 19 અને અન્ય 302 જીત્યા. આમ છેલ્લા પાંચ વર્ષનું ચિત્ર જોઈએ તો કુલ 4230 બેઠકોમાં 1281 ભાજપ 938 કોંગ્રેસ 138 ડાબેરી અને 1873 અન્ય ચૂંટાયા. આ અન્ય એટલે પ્રાદેશિક પક્ષો જેમાં ભાજપના સાથી અને વિરોધ પક્ષો પણ છે અને આ પ્રાદેશિક પક્ષોએ ભાજપ કરતા દોઢી એટલે કે 1873 બેઠકો જીતી છે. વાસ્તવમાં આ ચીત્ર બતાવે છે કે ભારત કદી બે પક્ષોના શાસન જેવો દેશ બની શકશે નહી. આગામી સમયમાં શાસન એનડીએનું કે યુપીએનું હોઈ શકે છે પણ તેનાથી એ પ્રશ્ર્ન પણ ઉભો થાય છે કે મજબૂત રાષ્ટ્રીય પક્ષ નેતૃત્વ કરે. ખુદની બહુમતી હોય તો પણ તે તેનો પુર્ણ એજન્ડા અમલી કરી શકતો નથી તેનું કારણ છે. આપણી સંસદીય પદ્ધતિ જે બે ગૃહોમાં વહેંચાયેલી છે અને લોકસભા બહુમતીના ધોરણે મંજુર કરે તેને રાજયસભા બહુમતીના ધોરણે અટકાવી શકે છે. દશકાઓ પુર્વે 30-40 વર્ષ પુર્વે ફકત કોંગ્રેસ જ દેશમાં બહુમતી શાસન ધરાવતી હતી તે યુગને બાદ કરો તો રાજયસભા મહત્વપૂર્ણ રીતે લોકસભા વિરોધી બહુમતી ધરાવે છે અને ભાજપ તેમાં બહુમત મેળવવાના એક વિકલ્પમાં જયાં મતોથી જીતી શકતો નથી ત્યાં વિજેતાને જ ખરીદી લે છે!

Advertisement